Search This Blog

Monday, June 10, 2019


નિસ્વાર્થ સેવા (Selfless devotion)

વૈશ્નવદેવી સકૅલ થી ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ સકૅલ તરફ જતા એક અંન્ડર બિ્જ આવે છે. તમે આ અંન્ડર બિ્જ ની બન્ને બાજુ ની પાળી પર લાઈનબંધ મૂકેલા પક્ષીઓ માટે ના પાણી ના કૂંડા તથા ચણ હંમેશા વહેલી સવારે જોઈ શકશો. વહેલી સવારના મારા નિત્યક્રમ મુજબના સાઈકલીંગ સેશન્સ દરમિયાન હું હંમેશાં વિચારતો જ્યારે પક્ષીઓ ને જોતો કે આટલી સરસ રીતે તેમના માટે વ્યવસ્થા કોણ કરતું હશે! કૂતુહલતાવશ એક દિવસ થોડો વધુ જલ્દી નિત્યક્રમ શરૂ કરતાં જાણવા મળ્યું કે એક ભાઈ રીક્ષામાં આવી કેરબામા પાણી લાવી રોડની બન્ને તરફ આટલી સરસ વ્યવસ્થા કરે છે. આ જ અંન્ડરબ્રીજમા પરત ફરતી વખતે બીજું એક સરસ દૃશ્ય જોવા મળ્યું. બીજા એક ભાઈ તેમના નિત્યક્રમ મુજબ નીયત કરેલી જગ્યાએ તેમની સ્ટાફ બસ થોભાવી શ્વાન માટે બિસ્કિટ મુકે, અને બન્ને શ્વાન આતુરતાપૂવૅક એ ક્ષણ ની રાહ જોતા હોય. થોડે આગળ જાવ એટલે છેડે એક નાનકડું મંદિર આવેલું છે. એ મંદિર થી આગળના રસ્તામાં કાકા-કાકી હંમેશાં કિડીયારુ પૂરતા નજરે ચડે.  આ બધુ જ ખરેખર અદભૂત...

There is one small underbridge on way to divine school circle from vaishnodevi circle in ahmedabad. You will find nicely arranged earthen pots alongside side wall of this underbridge as source of drinking water for birds. During my early morning cycling sessions, I used to think how amazingly it's being arranged by someone. In same underbridge, you will find another good soul stopping from staff bus and feeding dogs. There's one small temple at the end of this bridge, and you will regularly find a couple (uncle-aunty) feeding ants. How amazing are these scenes!

Mahatma Gandhi once said, “The greatness of a nation can be judged by the way its animals are treated.”

No comments:

Post a Comment