Search This Blog

Saturday, July 9, 2011

'પલળતું મન... ... ..'

'પલળતું મન... ... ..'

જે ભીંજવે એને વરસાદ કહેવાય
જે ભીંજાય એને મન કહેવાય

હૈયું પલાળી પછી જો એ મન ભરી ને વરસે તો હેલી કહેવાય

ભીંજાતા હોંઠ ભીંજાતા નયનો 
એને અધરોની વચ્ચે પાછું સ્મિત નું ફરકવું

તૃપ્ત થતી ધરતી અને તૃપ્ત થતા હૈયા
તૃપ્ત થતું શહેર અને ઢળતી સાંજ્હે ભીંજાતી મહેફિલ

ભીંજાતી સાંજ્હની એ ભીંજાયેલી પળો
રોમાંચ અને નશાની એ યાદગાર પળો

ભીની માટી ની મહેક અને ભીંજાયેલી એની ખુશ્બુ
માદકતા અને મોહકતા મા તરબોળ એની ખુશ્બુ

નયનો ની ભાષા એના હોંઠ સમજી ગયા
ભીંજાતા આલિંગન મા ભીંજાતા હૈયા મળી ગયા

એની આંખોના ઊંડાણ મા ખોવાવું હતું
એની મહેક ના નશા મા ડૂબવું હતું

એની ભીની સાડી ના પાલવ મા  બંધાવું હતું 
એના ભીના કેશ મા અટવાવું હતું

ભીંજાતો વડલો અને ભીંજાતી વડવાઈઓ
ટહુકા કરતો મોર અને ટહુકતા મન

ભીંજાયેલો સ્પર્શ, ભીંજાતું યૌવન

ભીંજવે એને વરસાદ, ભીંજવે હોંઠ,
ભીંજાતા સ્પર્શ મા અટવાતા હોંઠ
પલળતું મન

ભીંજાયેલા કાગળ પર ભીંજાયેલી કવિતા
.... .... ... એને જ વરસાદ કહેવાય


                                                                 - ચાતક







1 comment: